મોરબી : મોરબી એલસીબી અને એસઓજીની ટીમે માણેકવાડા ગામ તથા માળિયા નજીકથી બે શખ્સોને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરની એસઓજી ટીમ માણેકવાડા ગામેથી ગેરકાયદેસર જામગરી બંદૂક સાથે શોહિલ ઉર્ફે બાડો સુલતાનભાઈ સુમરા ઉ.વ.23 રહે.શેરી નં.3, સુમરા સોસાયટી, વિજયનગર, મોરબીવાળાને ઝડપી પાડયો છે. જ્યારે બીજા બનાવમાં એલસીબી ટીમે માળિયાના વાગડીયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી જાકિર હુસેન ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી ઉ.વ.19 રહે.માલાણી શેરી, માળિયાવાળાને તમંચા સાથે ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે.