30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી નાની વાવડીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે ટુર્નામેન્ટમોરબી : PGVCL સર્કલ ઓફિસ રાજકોટ દ્વારા મોરબીમાં ઈન્ટર સર્કલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી યોજાશે.મોરબીના નાની વાવડીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈન્ટર સર્કલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. જેની ઓપનિંગ સેરેમની 30 નવેમ્બરે સવારે 7-30 વાગ્યે થશે અને 2 ડિસેમ્બરે સવારે 11-30 કલાકે ટુર્નામેન્ટ પૂર્ણ થશે.